ગોધરા: ગોધરાની પરવડી ચોકડી નજીક ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ: અજાણ્યા શખ્સો સહિત 6 ઇસમો સામે ગુનો દાખલ
ગોધરાની પરવડી ચોકડી નજીક ૧૨ જુલાઈના રોજ ધોળા દિવસે એક પરિણીતાના અપહરણની ચોંકાવનારી ઘટના બની છે. પાવરહાઉસ વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ લાલવાણી તેમની પત્ની ઉજ્મા શેખ સાથે મોપેડ પર જઈ રહ્યા હતા, ત્યારે માધવ હોટેલ પાસે કારમાં આવેલા શખ્સોએ તેમની મોપેડને ટક્કર મારી દંપતીને નીચે પાડી દીધું હતું.આરોપીઓએ હાર્દિકને ગડદાપાટુનો ઢોર માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું હતું. આ મામલે ગોધરા તાલુકા પોલીસે મુસ્તાક શેખ