ગોધરા: હાઈકોર્ટમાંથી રાહત મળતાં પંચમહાલ DPEO ગાયત્રીબેન પટેલ ફરજ પર હાજર
પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ના ચર્ચિત પોણા ત્રણ કરોડ ઉચાપત પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ તરફથી કાનુની રાહત મળતાં જ પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલન પોતાની નિયમિત રજા પૂર્ણ થવાના ૧૦ દિવસ પહેલાં જ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થઈ ગયા છે. ફરજ પર પુન હાજર થયા બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી દરમિયાન તેમણે પોતાની સામે લાગેલા તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હત