માળીયા: માળીયા મિયાણાના ચીખલી ગામે હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ, એક ઇસમની ધરપકડ....
Maliya, Morbi | Jun 4, 2025 મોરબી જિલ્લામા અવાર નવાર બાર બોરની સિંગલ બેરલ બંદૂક સાથે શિકાર શોખીન અને ગુન્હાખોરી સાથે સંકળાયેલ લોકો ઝડપાઇ રહ્યા છે ત્યારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે સચોટ બાતમીને આધારે માળીયા તાલુકાના ચીખલી ગામેથી હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી લઈ એક શખ્સને દબોચી લેવાની સાથે હથિયાર બનાવવાના આ કામમાં અન્ય એક શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.