ધરમપુરમાંથી ફિલ્મી ઢબે ગેરકાયદેસર પશુ હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું: મહીન્દ્રા બોલેરો પીકઅપ અને હ્યુન્ડાઈ વેન્યુ કાર સાથે કુલ ₹૫.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરવાનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત શહેર અને જિલ્લા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ગાય સંરક્ષણ વિભાગની ટીમની સક્રિયતા અને પોલીસના સંકલનથી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાય સંરક્ષણ વિભાગની ટીમે ફિલ્મી ઢબે ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે ગાયોને મુક્ત કરાવી છે અને વાહનો સહિત કુલ ₹૫,૧૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે...મળતી વિગતો અનુસાર, ૯ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે બારેલીયા બારી ફળીયા પાસે એક મહીન્દ્રા બોલેરો પીકઅપ નંબર GJ-15-YY-6197 માં ગેરકાયદેસર રીતે પ
Valsad, Valsad | Jul 9, 2026