નાંદોદ: રાજપીપળા: દબાણ હટાવવા નીકળેલી પાલિકા ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ
રાજપીપળામાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. નોટિસ બાદ પાલિકાની ટીમ JCB સાથે મેદાનમાં ઉતરી હતી. આ દરમિયાન કેટલાક દબાણો દૂર કરાયા હતા, પરંતુ કાર્યવાહીને લઈને દુકાનદારો અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ અને બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.