દેવગઢ બારીયા તાલુકામાં પેટ્રોલ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ
દેવગઢ બારીયા તાલુકામાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબની સેવાઓ મળી રહે તે હેતુસર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચેલા સ્થિત રિલાયન્સ જિયો-બીપી તથા કાપડિયા પેટ્રોલિયમ પેટ્રોલ પંપની મુલાકાત લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા, માપતોલની ચોકસાઈ, ઉપલબ્ધ સ્ટોક તેમજ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી.
મામલતદારે સંચાલકોને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને સેવાઓમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા સમયાં�
Dohad, Dahod | Jun 7, 2026