ખેડા જિલ્લામાં 4 નવેમ્બરથી મતદાન સુધારણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જિલ્લામાં 1600 થી વધુ બીએલઓ દ્વારા 16.55 લાખથી વધુ મતદારોનો સંપર્ક કરવામાં આવશે 1600 થી વધુ બીએલઓ દ્વારા હાલ જિલ્લામાં દરેક મતદારોના ઘરે ઘરે જઈને મતદાન નોંધની સુધારણા કાર્યક્રમના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચાર ડિસેમ્બર બાદ જે ફોર્મ વેરીફાઈ થઈને આવશે તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે આ સાથે પરત નહીં આવનાર ફોર્મની પણ એક અલગ યાદી પ્રસિદ્ધ કરાશે.