રાજીવનગરમાં થોડા દિવસ અગાઉ આધેડની કેટલાક શખ્સોએ જાહેરમાં હત્યા કરી હતી. આક્રોશમાં આવીને મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર પાસે તોડફોડ કરી હતી. ત્યારે આરોપીના પડોશમાં રહેતા એક વ્યક્તિની રિક્ષા સળગાવી. જ્યારે એક વ્યક્તિનું મકાન સળગાવી દીધું. જે અંગે સેટેલાઇટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી