ગોધરા: ગોધરા તાલુકાના સાંપા ગામે સહિયારા બોર પર પાઇપ તોડવા બાબતે હુમલો: એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.
ગોધરા તાલુકાના સાંપા ગામે સહિયારા પાણીના બોર અંગેના વિવાદમાં પંકજભાઈ ચૌહાણે જનકકુમાર ચૌહાણ પર લોખંડની પાઇપથી હુમલો કર્યો. બોરની પાઇપ તોડતા અટકાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને અપશબ્દો બોલી ધમકી આપી. ત્યારબાદ માથા, ખભા અને છાતીના ભાગે પાઇપ વડે માર મારતાં જનકકુમાર ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે જનકકુમારે ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.