આજે 19 ડિસેમ્બરના રોજ કડી વકીલ મંડળની વર્ષ 2025/26 ની પ્રમુખશ્રી તથા સહ મંત્રીઓની ચૂંટણી યોજાઈ હતી.આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે હિતુજી ઠાકોર તેમજ તેમની સામે ઉસ્માનભાઈ રાંચડીયા વચ્ચે જંગ જામ્યો હતો.જેમાં કુલ 172 વોટનું મતદાન થયું હતું.જેમાંથી હિતુજી ઠાકોર ને 106 વોટ મળ્યા હતા જ્યારે ઉસ્માનભાઈ રાંચડીયાને 64 વોટ મળ્યા હતા.તેમજ 2 વોટ કેન્સલ થયા હતા.આમ પ્રમુખ તરીકે 42 વોટથી હિતુજી ઠાકોર ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.