જલાલપોર પોલીસની NDPS હેઠળ કાર્યવાહી, ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
નવસારી જિલ્લામાં નશાકારક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસે સફળ કાર્યવાહી કરી છે.
તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિરલનગર વિસ્તારમાં રાજેશ શિવહરેના ઘર પાસે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી બે શખ્સોને 0.22 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ભદોરિયા (ઉ.વ. 42) અને મનોજભાઈ બાબુલાલ પટેલ (ઉ.વ. 50)નો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ અજય પાલ નામનો રિક્ષા ડ્રાઈવર હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹1,61,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 0.22 કિલોગ્રામ ગાંજો, એક CNG રિક્ષા તેમજ બે મોબાઇલ ફોનનો સ�
Udhna, Surat | Aug 4, 2026