SMC Food News: દૂધ, ઘી, તેલ અને મસાલાના 429 સેમ્પલ તપાસ માટે મોકલાયા
પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખાધ પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે. ફોસ્કોરિશ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરીમાં સંસ્થાઓની તપાસ દરમ્યાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળી આવી છે. તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી તેમજ 80 કિલોગ્રામ જેટલી અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરાયો છે. અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ બનાવટના 43 જ્યારે ખાધતેલ સહિત ઘીના 13 સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત મરી મસાલાના 29 સહિત અન્ય ખાદ્ય પદાર્થોના 344 સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરમાંથી 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે. શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 15 જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી દૂધના સેમ્પલ લેવાયા. જે પૃથક્કરણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી અપાયા. આગામી દિવસોમાં રિપોર્ટ આવ્યે વધુ કાર્યવાહી હાથ ધરાશે
#Surat #SMC #FoodSafety #FoodDepartment #SuratNews #BreakingNews #LatestNews #GujaratNews #FoodInspection #Health #Milk #Ghee #FoodTesting #PublicHealth #NewsUpdate #HotlineNews #FoodRaid #Trending #SuratBreaking #FoodQuality
Udhna, Surat | Jul 4, 2026