માસૂમ બાળકી પર દુષ્કર્મની શરમજનક ઘટના, છાણી વિસ્તારમાં ભારે રોષ
વડોદરાના છાણી વિસ્તારમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે.
વેરહાઉસમાં સફાઈ કામ કરતા 55 વર્ષીય શખ્સ સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે
આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે
આ હીન કૃત્યને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે