
લોહગઢ કિલ્લા પરથી નીચે ધકેલીને કરાયેલી 26 વર્ષના કેતન અગ્રવાલની ઘાતકી હત્યાના કેસમાં હવે પીડિત પરિવારનો મોટો આક્રોશ સામે આવ્યો છે. કેતનના કાકા વિજય અગ્રવાલે હાથ જોડીને રડતા ગળે દેશ સામે પોતાનું દિલ ખોલ્યું છે. તેમણે કહ્યું કે, "કેતન ઘરનો ઇકલોતો દીકરો અને આખા પરિવારનો સહારો હતો. આજે અમારો કોહિનૂર જેવો દીકરો ચાલ્યો ગયો છે. સિયા રોજ અમારા ઘરે આવતી હતી, શોપિંગ પર જતી, હોટલમાં સાથે જમતી, બધાને નમસ્તે કરતી. તે આવું ભયાનક કૃત્ય કરશે તે માન્યામાં નથી આવતું."
છેલ્લી વાર કહ્યું હતું- 'ચાચૂ, હું જઈને આવું છું'
પરિવારનો સૌથી મોટો આઘાત એ છે કે સિયા વારંવાર કેતનને લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરતી હતી. 18 જૂનની સવારે કેતને હસતા મોઢે કહ્યું હતું કે, "ચાચૂ, હું જઈને આવું છું", પણ તે ક્યારેય પાછો ન ફર્યો. અમેરિકાથી ભણેલો કેતન ખૂબ જ સમજદાર હતો, તે ક્યારેય આવી બેદરકારી ન કરે. સિયાએ ખોટું બોલીને તેને બોલાવ્યો હતો કે ત્યાં તેની સહેલીઓ આવવાની છે, પણ તે કિલ્લા પર એકલી જ પહોંચી હતી અને ચેતન સાથે મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો.
'દીકરી બચાવો તો ઠીક, દીકરાઓને કોણ બચાવશે?'
વિજય અગ્રવાલે દેશ સામે એક ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, "લોકો કહે છે દીકરી બચાવો, પણ અહીં દીકરાઓને કોણ બચાવશે? જો સમાજમાં આવી દીકરીઓ સગાઈ કરીને દીકરાઓને મારી નાખશે, તો લોકો દીકરાઓના લગ્ન કેવી રીતે કરાવશે?" પરિવારે કોર્ટ પાસે ન્યાયની ગુહાર લગાવીને બંને આરોપીઓ માટે ફાંસીની માંગ કરી છે. હાલ વડગાંવ કોર્ટે સિયા અને ચેતનને 29 જૂન સુધી 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ઘટના પુણે (મહારાષ્ટ્ર) મા બની છે.
#pune
#લેહગઢ
#siya
#hatya
online Tv news
Suresh Thakor Journalist