બ્રેકિંગ ન્યૂઝ | ખેરાલુ
ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ ઝડપાયા
ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી શંકાસ્પદ રીતે ફરી રહેલા બે વ્યક્તિઓને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, બંને વ્યક્તિઓ મૂળ બિહારના પટના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. તેઓ મહિલાઓના કપડાં પહેરીને ગામમાં ફરી રહ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બંને પર ચોરીના ઇરાદે રેકી કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને વ્યક્તિઓ મહેસાણાથી ડેમુ ટ્રેન મારફતે ડભોડા પહોંચ્યા હતા. તેમને પકડ્યા બાદ કેટલાક લોકોએ માર માર્યો હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારબાદ બંનેને ખેરાલુ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા લગભગ 15 દિવસથી આ વિસ્તારમાં શંકાસ્પદ રીતે વારંવાર તેમની અવરજવર જોવા મળી હતી. જોકે, તેઓ કયા હેતુથી આવ્યા હતા અને કોઈ ચોર�