જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. સુરત રેન્જ IG પ્રેમવીરસિંહ અને નવસારી SP રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ, તેમજ Dysp એસ.કે.રાયની સૂચના મુજબ જલાલપોર PI એલ.જી.રાઠોડની ટીમે ત્વરિત અને ટેક્નિકલ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીને RTO e-challanના નામે શંકાસ્પદ ફાઈલ મોકલી તેમનો મોબાઈલ હેક કરીને બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેવાના ગુનામાં સામેલ વોન્ટેડ આરોપી નિખીલ સુનીલભાઈ અંબોડે અને સૈરાજ અશોકભાઈ લોંઢેને મહારાષ્ટ્રના પુણા અને બારામતી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં જલાલપોર પોલીસ સ્ટેશનના PI એલ.જી.રાઠોડ, ASI રાકેશભાઈ, અ.હે.કો. અજયસિંહ તેમજ પો.કો. વિમલભાઈ અને ક્રિષ્નાકુમારે ઉત્કૃષ્ટ ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીઓને કાયદાના શિકંજામાં ધકેલ્યા છે.