મોડાસા: જિલ્લા કમલમ કાર્યાલય ખાતે PMના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો.
અરવલ્લી ભાજપ સંગઠન અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીજી ના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ભાગરૂપે આજરોજ અરવલ્લી જિલ્લા કક્ષાનો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં જિલ્લા સંગઠનના પ્રમુખ,મોડાસા વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના મંત્રી,જિલ્લા સંગઠનના હોદ્દેદારો,પાર્ટીના કાર્યકર્તાઓ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કરી સેવા હી સંગઠન નો મંત્ર ચરિતાર્થ કર્યો હતો.