નડિયાદ: રામ તલાવડી પાસે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણ પ્રવૃત્તિ મામલે કાર્યવાહી, મનપા દ્વારા સ્થળ પરના દબાણો દૂર કરવામાં આવ્યા
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. ત્યારે મનપા દ્વારા આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી આશરે 15 દિવસ અગાઉ કોર્પોરેશન દ્વારા દબાણ વાળી જગ્યાના મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ મકાન માલિક દ્વારા નોટિસનો કોઈ જવાબ નહીં આપવામાં આવતા આખરે મંગળવારે કોર્પોરેશન દ્વારા નિયમો અનુસાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.