વિજાપુર: વિજાપુર વસઈ ગ્રામપંચાયતમાં સહાય માટે ની અરજીનો જવાબ માંગતા અરજદાર ને સરપંચ અને ઉપસરપંચે જાતિ વિષયક અપશબ્દો બોલતા ફરીયાદ
વિજાપુર વસઈ ગ્રામપંચાયત માં રોહિત વાસ માં રહેતા રાજુભાઈ પરમાર નામના ઇસમ એસસી એસ ટી ઓબીસી ની સરકારી સહાય માટે કરેલ અરજી નો જવાબ માંગવા માટે આજે સવારે અગિયાર વાગે ગયા હતા. તે સમયે સરપંચ અને ઉપસરપંચે જવાબ નહી આપી જાતિ વિષયક અપશબ્દો બોલી બીભત્સ વર્તન કરતા રાજુ પરમારે એકટ્રોસિટી ની સરપંચ ઉપસરપંચ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે સાંજે પાંચ કલાકે સરપંચ ઉપસરપંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.