ફાગણ સુદ તેરસના દિવસે જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શેત્રુંજય પર્વતની છ ગામની પરિક્રમા જૈન સમાજના તમામ લોકો દ્વારા કરી અને ધન્યતા અનુભવે છે. ત્યારે ભાવનગર શહેરના કાળુભા રોડ ખાતે આવેલા જૈન દેરાસરમાં શેત્રુંજય પર્વતની પ્રદક્ષિણા કરી દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.