નડિયાદ: ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે કરુણ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.
નડિયાદ ડાકોર રોડ પર બુધવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો ડાકોર તરફ જઈ રહેલા એક બાઇક ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું આ અકસ્માતમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેની તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.