ડભોઇ: ડભોઈમાં MGVCLની ગંભીર બેદરકારી સામે આવી, કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા
ડભોઈ શહેરના જનતા નગર વિસ્તારમાં નવા વીજ વાયરો નાખવાની કામગીરી દરમિયાન MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા વિના વીજ પોલ પર ચઢી અને વીજ લાઈનના વાયરો બદલતા જોવા મળ્યા હતા.