જેસર: બિલ્લા ગામે આવનારા પવિત્ર તહેવાર રમજાન ઈદને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું
જેસર તાલુકાના બિલ્લા ગામે આવનારા પવિત્ર તહેવાર રમજાન ઈદને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગામના અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો મજબૂત બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે અને કોઈપણ અફવા