ભુજ: મોટા ભાડિયા ખાતે નંદી શાળાની સેવા પ્રવૃત્તિને ત્રિકમદાસજી મહારાજે બિરદાવી
Bhuj, Kutch | Oct 2, 2026 મોટા ભાડિયા ખાતે માનવસેવા અને પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન નંદી શાળાની સેવા પ્રવૃત્તિ અંગે શ્રી ત્રિકમદાસજી મહારાજે માહિતી મેળવી હતી. નંદીઓની સેવા, સંભાળ અને પ્રકૃતિ સંવર્ધન માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના કાર્યકરો દ્વારા નંદી શાળાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે મહારાજને માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રી ત્રિકમદાસજી મહારાજે જીવદયા અને માનવસેવાના આ કાર્યને બિરદાવી સેવાભાવી કાર્યક