તારાપુર: મોરજ ગામની ચોકડી પર સાયકલ પર સવાર 13 વર્ષીય બાળકીને આઈશર ચાલકે કચડી નાખી, CCTV ફૂટેજ સામે આવ્યા.
Tarapur, Anand | Jul 4, 2026 ધોરણ-7માં અભ્યાસ કરતી આ બાળકી શાળાએથી પોતાની સાયકલ લઈને ઘરે જઈ રહી હતી. મોરજ ચોકડી પાસે પહોંચતા જ પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈશર ટેમ્પો ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ ઘટના બાદ મોરજ ગામના રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે.