ભાવનગર શહેર: સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે 13 વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટના મામલે ડીને પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 18, 2026
ભાવનગરની સર ટી. મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી છે. કોલેજના 13 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અનામી લેખિત રજૂઆતના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. રજૂઆતમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી છે.