ભાવનગર શહેર: અમીપરા સ્ટેશન રોડ પરથી જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
આજે તરીખ 5 એપ્રિલના રોજ સવારે 10 કલાકના અરસામાં ભાવનગરના અમીપરા સ્ટેશન રોડ પર રામ સાયકલ સામેના ખાંચામાં આવેલી ખુલ્લી જગ્યામાં ગંજીપતાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા નવ ઇસમોને નિલમબાગ પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ઝડપી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસે કાદરભાઈ ઇસ્માઇલભાઈ મેમણ, જાહીદભાઈ હબીબભાઈ સૈયદ, ફારુકભાઈ મહમદભાઈ સૈયદ સહિત કુલ નવ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂ. ૨૧,૨૯૦ સાથે ઝડપી લઈ કરીવાહી હાથ ધરી.