ભાવનગરના તરસમીયા રોડ પર હિસાબના પૈસાની બોલાચાલીમાં થયેલી નિર્મમ હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિપુલ બારૈયાને ઝડપી લીધો પોલીસ તપાસ મુજબ આરોપીએ છરી વડે સુરેશભાઈ ડાભી પર કમર અને ખંભાના ભાગે ઘાતક ઘા મારી હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી અન્ય સાગરિતો સાથે ફરાર થયો હતો. ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા