ખંભાત: રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ રાલેજની વિદ્યાર્થીની સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે વિજેતા બની.
Khambhat, Anand | Sep 26, 2025 NCERT ન્યુ દિલ્હી તથા સમગ્ર શિક્ષા(SSA) ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે કલા ઉત્સવ ગાંધીનગર જિલ્લાના કન્યા વિનય મંદિર, સંસ્કાર તીર્થ- આજોલ મુકામ યોજાયો હતો.જેમાં રાલેજની શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલની વિદ્યાર્થીની નિકિતા વિષ્ણુભાઈ વાલ્મિક દ્વારા પરંપરાગત વાર્તા વાંચન સ્પર્ધામાં મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે વિજય મેળવી ગૌરવ વધાર્યું છે.