ખંભાતમાં આયાત થતા પતંગોના કાચામાલમાં ભાવ વધારાને કારણે પતંગ તૈયાર કરવાનો પણ ખર્ચ વધ્યો છે.ગયા વર્ષે 100 પતંગોનો ભાવ રૂ. 450 હતો આ વર્ષે બજારમાં 600 રૂ.ના ભાવે વેચાઈ રહી છે.કારીગરોના મજૂરીના પણ ભાવ વધ્યા છે.ખંભાતી પતંગો વિશ્વમાં પ્રખ્યાત હોઈ ચગાવવામાં વધુ અનુકૂળ હોઈ બહારના શહેરોના પતંગ રસિકોનો ખંભાતમાં ઘસારો રહેતા પતંગોની માંગ વધી છે.આ અંગે મંગળવારે સાંજે 4 ક્લાકે સ્થાનિક વેપારીઓએ પ્રતિક્રિયા આપી હતી.