ઉધના: સુરતના લિંબાયતમાં બૂટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખસે પથ્થરમારો કર્યો
Udhna, Surat | Dec 3, 2025 સુરત લિંબાયતના કૃષ્ણનગર-2 અસામાજિક તત્ત્વો અને બેફામ બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે.બૂટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખસે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલાં છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્ત્વો બેફામ બન્યાં છે.