યાત્રાધામ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં આજે સોમવારે સાંજે 6 કલાકે શાસ્ત્રોત વિધિવત રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી ભક્તો દ્વારા વાતાવરણની શ્રુધી અર્થે હોળીમાં નાળિયેર,ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ હાલોલ DYSP વી. જે.રાઠોડ અને ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા