ગોધરા: જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ગોધરા તાલુકાના ગડુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. પંચમહાલ જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયત અને ગોધરા તથા શહેરા નગરપાલિકા માટે દાવેદારોની સુનાવણી પ્રદેશ ભાજપની ત્રણ સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી. આવતીકાલે સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા પદાધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાશે, જેમાં ચર્ચા બાદ ત્રણ-ત્રણ નામોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે. હોદ્દા