ગોધરા: ગોધરા શહેરના પોલન બજારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો: રૂ. ૪,૪૨૦ નો મુદ્દામાલ જપ્ત
ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે પોલન બજાર વિસ્તારમાં આવેલી ઉર્દુ કુમાર શાળાની દીવાલ પાસે રેડ પાડીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં આરોપી ફેસલ મહફુજ પંત્યા જુગારના આંકડા લખતા પકડાયો હતો. પોલીસે આરોપીની અંગઝડતી કરીને તેની પાસેથી રોકડા રૂ. ૪,૪૨૦, આંકડા લખેલી સ્લીપબુક, કાર્બન પેપર અને પેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નો