ગોધરા: કાળઝાળ ગરમીનો પ્રકોપ: તાપમાનનો પારો વધતાં બપોરે મુખ્ય માર્ગો સુમસામ, વાહનોની અવરજવર ઘટી
સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં પણ હવે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોધરા શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જતાં જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય તાપ અને લૂના કારણે ગોધરા શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ પર વાહનોની અવરજવરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.