સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ કોમર્સ કોલેજે 15 લાખ કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લીધી છે. ગુજરાત યુનિવર્સિટીની FRC કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હોવાનો કોલેજે સ્વીકાર પણ કર્યો છે. બી.કોમના રેગ્યુલર કોર્સમાં FRCએ મંજૂર કરેલી બીએસ કોમર્સ કોર્સની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી લીધી હતી.