લખપત: નવાનગરમાં હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
Lakhpat, Kutch | Nov 28, 2025 આજથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે લખપતના પાનધ્રો પાસે નવાનગરમાં તીર્થકુમાર શંકરદયાને આરોપી ગુમાદાન ઉર્ફે ગુમો ઉર્ફે ભવ્ય સરદારદાન ગઢવીએ છાતીમાં છરી મારી હત્યા કર્યાના આ ચકચારી પ્રકરણમાં આરોપી ગુમાદાનને તકસીરવાન ઠેરવી આજીવન કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે. આ હત્યા બાદ આરોપીને કડક સજા અર્થે સમાજના આગેવાનોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ ચકચારી હત્યા પ્રકરણની ફરિયાદમાંની વિગતો મુજબ આરોપી ગુમાદાને અગાઉ નવાનગર