રાજકોટ પૂર્વ: આજ અને કાલના રાજકોટનું પ્રદર્શન માણતા શહેરીજનો,9 દિવસમાં 15 હજાર લોકોએ મુલાકાત લીધી
મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા-પ્રદર્શનનો તા. 22-9થી પ્રારંભ થતા અત્યાર સુધીમાં 15000થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી છે. પ્રદર્શનનો સમય સવારે 10 થી રાત્રે 10 છે.