પોશીના: શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની પ્રાંતિજ ખાતે બદલી કરાઈ
દિવાળી પહેલા ફરી એકવાર પોલીસ કર્મીઓની બદલીનો ધમધમાટ અવિરત છે. ત્યારે શનિવારે અંદાજિત બપોરે 2 વાગ્યા ની આસપાસ સાબરકાંઠા જિલ્લા એસપી દ્વારા 4 પીઆઈ,4 પીએસઆઈ ની બદલી કરાઈ હતી. જેમાં છેલ્લા કેટલાય સમયથી ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એન.આર.ઉમટ ની બદલી પ્રાંતિજ ખાતે કરવામાં આવી હતી.