ખંભાત: ખટનાલ ગામે જીતપુરા સીમમાંથી 8 ફૂટ લંબાઈ ધરાવતા પાયથનનું રેસ્ક્યુ કરાયુ.
Khambhat, Anand | Sep 25, 2025 ખંભાતના ખટનાલ ગામે આવેલ જીતપુરા સીમ વિસ્તારમાં 8 ફૂટના અજગરે દેખા દીધી હતી. ત્યારે નજરે જોનારા ગ્રામજનો પણ ભયભીત થઈ ગયા હતા.જે અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.જેથી વનવિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને લોકેશન મેળવી રસ્તેથી પસાર થતા 8 ફૂટ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.રેસ્ક્યુ કર્યા બાદ વનવિભાગની ટીમે અજગરને સુરક્ષિત જગ્યાએ કૂદરતી વાતાવરણમાં છોડી દીધો હતો.મહત્વનું છે કે, જીતપુરા સીમની કાંસમાંથી 8 ફૂટનો અજગર ઘસી આવ્યો હતો