ગોધરા: તાલુકાના ભામૈયા (પૂર્વ) ગામે રહેણાંક મકાનમાં ભીષણ આગ: વૃદ્ધાની ઘરવખરી બળીને ખાખ
ગોધરા તાલુકાના ભામૈયા (પૂર્વ) ગામે શાંતાબેન પટેલ નામના વૃદ્ધાના મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનાજ, કપડાં અને ઘરવખરી સહિતની તમામ માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે. આગની જ્વાળાઓ દેખાતા જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને પોતે પણ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ ગોધરા ફાયર વિભાગની ટીમે આવી સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું