ગોધરા: ગોધરાના જહુરપુરા શાક માર્કેટમાં જીવલેણ હુમલા કેસમાં આરોપીના નિયમિત જામીન નામંજુર
ગોધરાના જહુરપુરા શાક માર્કેટમાં 30 માર્ચે 20 રૂપિયાની ફાટેલી નોટ મુદ્દે શરૂ થયેલો ઝઘડો ગંભીર બન્યો હતો. આરોપી અબ્દુલ સલામ મુસા પાડા અને તેના સાથીદારોએ મહિલાની છેડતી કરી અને હુમલો કર્યો, જેમાં ફરીયાદીને ઈજા અને તેના મિત્રને ફ્રેક્ચર થયું હતું. પોલીસે ગુનો નોંધાવી આરોપીઓને ધરપકડ કરી. કેસ દરમિયાન CCTV પુરાવા અને સરકાર પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને પંચમહાલ સેશન કોર્ટએ આરોપીની નિયમિત જામીન અરજી નામંજુર કરી છે.