ગોધરા: ગોધરાના લુણાવાડા રોડ પર આવેલ એફ.સી.આઈ. ગોડાઉનમાં અનાજની દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ
ગોધરાના લુણાવાડા રોડ પર આવેલા એફ.સી.આઈ. ગોડાઉનમાં અનાજમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં ૪૭ વર્ષીય ટીનુભાઈ દલાભાઈ બુજની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દવાની અસરથી તેમની તબિયત લથડતા પ્રથમ ગોધરા અને બાદમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ અવસાન થયું હતું. મૃતકના ભાઈ ચંદુભાઈ બુજની જાણના આધારે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે એડી નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.