ગોધરા: પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનપદે જેઠાભાઈ ભરવાડની સતત ચોથી ટર્મ માટે બિનહરિફ વરણી
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ સતત ચોથી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે પ્રવિણસિંહ બારીયા પણ બિનહરીફ રહ્યા. ચૂંટણી પ્રક્રિયા ગોધરા પ્રાંત અધિકારી દ્વારા યોજાઈ હતી અને ભાજપના મેન્ડેટથી અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી બંને પદ બિનહરીફ જાહેર કરાયા. ચેરમેન તરીકે કાર્યભાર સંભાળતા જેઠાભાઈએ સરલ ધિરાણ યોજના હેઠળ રૂ.20,000ની વ્યાજમુક્ત લોનને વધારી રૂ.1 લાખ કરવાની જાહેરાત કરી. આ યોજનાનો લાભ ત્રણેય જિલ્લામાં