ભાવનગર શહેર: કણબી વાડ વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
આજે તરીખ 6 એપ્રિલના રોજ સવારના 9 કલાકે ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કણબીવાડ નેરાના ચોક પાસે એલ.સી.બી. ટીમે બાતમીના આધારે રેઈડ કરી અજય રાજુભાઈ બારૈયા નામના શખ્સને તેના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૧ બોટલો જેની કિંમત રૂ. ૩૦૫૩ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.