ભરૂચ સી ડિવિઝન પોલીસે નર્મદા ફળીયામાંથી નસેબાજને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા ફળિયામાં રહેતો એક ઇસમ લથડીયા ખાઈ લવારા કરતો હોય જે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ થતા પોલીસે સ્થળ પર દોડી આવી તેને પકડી તેની સામે પ્રોહીબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.