ભુજ: ભુજોડી પુલ પાસે ખુલ્લા પ્લોટમાં લાગેલી આગ પર ભુજ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
Bhuj, Kutch | Apr 12, 2026 ભુજોડી પુલ પાસે ખુલ્લા પ્લોટમાં લાગેલી આગ પર ભુજ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ ભુજના ગડા પાટીયા નજીક એસ.ઓ.એસ. સંસ્થા પાસેના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગને ભુજ ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરી બુઝાવી હતી. પોલીસ કંટ્રોલના મેસેજ બાદ મામદ જત, યશપાલસિંહ વાઘેલા, હીરજીભાઈ અને ટ્રેનિંગ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જહેમત ઉઠાવી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.