ગોધરા: બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી: 'નેત્રમ' કેમેરાની મદદથી ગુમ થયેલ કિંમતી મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યો
પંચમહાલ જિલ્લામાં ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને મોટી સફળતા મળી છે. "તેરા તુજકો અર્પણ" ભાવના સાથે પોલીસે એક મહિલાનો કિંમતી ફોન શોધી આપી પ્રામાણિકતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.