ભુજ: ધાણેટીની કંપનીમાં કામ દરમ્યાન અકસ્માત, શ્રમિકનું મોત
Bhuj, Kutch | May 10, 2026 ધાણેટી સ્થિત શ્રીરામ કેવલિંગ ઇન્ડિયન કંપનીમાં વેલ્ડિંગ કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. રાજુરામ નામના શ્રમિક પર મશીન પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ભુજની G.K. General Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની નોંધ હોસ્પિટલ પોલીસ ચોકીમાં કરવામાં આવી છે.