તળાજા: તળાજા માં મજૂર સોસાયટીમાં પોલીસની રેડ, 80 દારૂની બોટલ અને 3 બિયર ટીન સાથે એક આરોપી ઝડપાયો
મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ કાળુભાઈ કામળીયા, અશ્વીનભાઈ મનજીભાઈ ચુડાસમા, યશપાલસિંહ વનાભાઈ મોરી અને સુરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી બાતમીના આધારે સરતાનપર રોડ પર આવેલી મજૂર સોસાયટીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન કેતનભાઈ પ્રવિણભાઈ મેર, ઉંમર 35 વર્ષ, રહે. મજૂર સોસાયટી, તળાજાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની 80 સીલપેક બોટલો મળી આવી હતી.